દર વર્ષે, વસ્તી ગણતરી ડેટાના આધારે હોસ્પિટલો, અગ્નિશમન વિભાગો, શાળાઓ, રસ્તાઓ અને અન્ય સંસાધનો માટે ફેડરલ ફંડિંગમાં અબજો ડોલર ખર્ચ કરવામાં આવે છે.
વસ્તી ગણતરીના પરિણામો કોંગ્રેસમાં દરેક રાજ્યની બેઠકોની સંખ્યા નક્કી કરે છે, અને તેનો ઉપયોગ મતદાન જિલ્લાઓ માટેની સીમાઓ નક્કી કરવા માટે થાય છે.
યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણ દ્વારા પણ વસ્તી ગણતરી જરૂરી છે: આર્ટિકલ 1 ની, કલમ 2, નિર્દેશ આપે છે કે યુનાઇટેડ સ્ટેટ્સ દર 10 વર્ષે એક વખત પોતાની વસ્તીની ગણતરી કરે. પ્રથમ ગણતરી 1790 માં થઈ હતી.
તમારા જવાબોનું રક્ષણ કરવા અને તેને સંપૂર્ણ ગુપ્ત રાખવા માટે વસ્તી ગણતરી બ્યુરો કાયદા દ્વારા બંધાયેલ છે. હકીકતમાં, દરેક કર્મચારી જીવનભર તમારી વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવા માટે શપથ લે છે.
યુ.એસ. કોડના ટાઈટલ 13 હેઠળ, સેન્સસ બ્યુરો તમને, તમારા ઘરને, અથવા તમારા વ્યવસાયને ઓળખી શકાય એવી માહિતી બહાર પાડી શકે નહીં, કાયદાનું અમલીકરણ કરાવતી એજન્સીઓને પણ નહીં. કાયદો સુનિશ્ચિત કરે છે કે તમારો ખાનગી ડેટા સુરક્ષિત રહે અને તમારા જવાબોનો ઉપયોગ તમારી સામે કોઈ સરકારી એજન્સી અથવા કોર્ટ દ્વારા થઈ શકશે નહીં.
વસ્તી ગણતરી 2020 નો આ સામાન્ય ભાગ છે. તમને કદાચ અમુક જુદા જુદા કારણોસર તમારા વિસ્તારમાં વસ્તી ગણતરી કાર્યકર્તા દેખાઇ શકે છે:
મે 2020 માં, વસ્તી ગણતરી પ્રાપ્તકર્તાઓ વસ્તી ગણતરી 2020 નો જવાબ નહીં આપનારા ઘરોની મુલાકાત લેવાનું શરૂ કરશે અને સુનિશ્ચિત કરશે કે દરેકની ગણતરી કરવામાં આવે.
તમે સેન્સસ બ્યુરોના સમાચાર અને માહિતીને Facebook, Twitter અને Instagram પર તમારા મિત્રો, પરિજનો અને ફોલોઅર્સ સાથે શેર કરીને અમારી મદદ કરી શકો છો.