This is a condensed, translated version of the 2020 Census website in Gujarati.

આ 2020census.gov નું સંક્ષિપ્ત, ભાષાંતર થયેલ સંસ્કરણ છે. અંગ્રેજી અને સ્પેનિશમાં સંપૂર્ણ સાઇટ પર પાછા ફરવા માટે અહીં ક્લિક કરો.

Skip Header

વસ્તી ગણતરી 2020 | યુનાઇટેડ સ્ટેટ્સ સેન્સસ બ્યુરો

Component ID: #ti1348816680

Shape your future.

START HERE.

#9B2743
શેર કરો:

વસ્તી ગણતરી 2020 માટે જવાબ કેવી રીતે આપવા

વસ્તી ગણતરી 2020 માટે તમારી માર્ગદર્શિકા

કાગળની પ્રશ્નાવલીને પૂર્ણ કરવાની રીતને જાણવા માટે સૂચનો વાંચો.

Download PDF

દરેક ઘરમાંથી કોઇ એક વ્યક્તિએ ઓનલાઇન, ફોન દ્વારા અથવા ટપાલ દ્વારા વસ્તી ગણતરીને પૂર્ણ કરવી જોઈએ. સરનામાં પર રહેતા દરેકની ગણતરી કરવી— આમાં નવજાત શિશુઓ, નાના બાળકો અને ત્યાં મોટા ભાગના સમયે રહેતા અને સૂતા કોઈપણ મિત્રો અથવા કુટુંબના સભ્યોનો સમાવેશ કરવામાં આવશે.

જો એવી કોઇ વ્યક્તિ કે જેની પાસે રહેવાની કાયમી જગ્યા નથી અને જે 1 એપ્રિલ, 2020ના રોજ અહીં રહે છે, તો એ વ્યક્તિની ગણતરી કરવામાં આવશે.

વસ્તી ગણતરીમાં ઓનલાઇન ભાગ લો

ઓનલાઇન પ્રશ્નાવલી હવે ઉપલબ્ધ છે. જો તમને મદદની જરૂર હોય, તો નીચે આપેલી માર્ગદર્શિકાનો ઉપયોગ કરો.

શું તમને મદદની જરૂર છે?

વસ્તી ગણતરી 2020 માટે મદદ મેળવવા, અથવા ફોન દ્વારા જવાબ આપવા માટે, 844-330-2020 પર કૉલ કરો. કૉલ્સનો જવાબ અંગ્રેજી, સ્પેનિશ, ચીની, વિયેટનામીઝ, કોરિયન, રશિયન, અરબી, ટાગાલોગ, પોલીશ, ફ્રેન્ચ, હૈતીયન ક્રેઓલ, પોર્ટુગીઝ અને જાપાનીઝમાં આપવામાં આવે છે.

 

#008556

વસ્તી ગણતરી શું હોય છે?

વસ્તી ગણતરી 2020 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા દરેક વયસ્ક, શિશુ અને બાળકની ગણતરી કરવામાં આવે છે. આ ગણતરી દર દસ વર્ષે સરકારી એજન્સી યુ.એસ. સેન્સસ બ્યુરો, દ્વારા કરવામાં આવે છે.

An overhead look at a suburban community.
#007E8F

આ શા માટે જરૂરી છે

આ વસ્તી ગણતરી તમારા જીવનના ઘણા અલગ-અલગ પાસાઓને પ્રભાવિત કરતા મહત્વપૂર્ણ ડેટા પ્રદાન કરે છે. ધારાશાસ્ત્રીઓ, વેપારીઓ, શિક્ષકો અને બીજા ઘણા લોકો આ ડેટાનો ઉપયોગ કરીને દરરોજ તમારા સમુદાયમાં સેવાઓ, ઉત્પાદનો અને સહાય પ્રદાન કરે છે.

Component ID: #ti1736647070

દર વર્ષે, વસ્તી ગણતરી ડેટાના આધારે હોસ્પિટલો, અગ્નિશમન વિભાગો, શાળાઓ, રસ્તાઓ અને અન્ય સંસાધનો માટે ફેડરલ ફંડિંગમાં અબજો ડોલર ખર્ચ કરવામાં આવે છે.

Component ID: #ti1784643356

વસ્તી ગણતરીના પરિણામો કોંગ્રેસમાં દરેક રાજ્યની બેઠકોની સંખ્યા નક્કી કરે છે, અને તેનો ઉપયોગ મતદાન જિલ્લાઓ માટેની સીમાઓ નક્કી કરવા માટે થાય છે.

Component ID: #ti1783835191

યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણ દ્વારા પણ વસ્તી ગણતરી જરૂરી છે: આર્ટિકલ 1 ની, કલમ 2, નિર્દેશ આપે છે કે યુનાઇટેડ સ્ટેટ્સ દર 10 વર્ષે એક વખત પોતાની વસ્તીની ગણતરી કરે. પ્રથમ ગણતરી 1790 માં થઈ હતી.

#205493

ગોપનીયતા અને સુરક્ષા

તમે પ્રદાન કરો છો તે જવાબોનો ઉપયોગ ફક્ત આંકડા ઉત્પન્ન કરવા માટે થાય છે.

Woman smiling and using her phone while holding her baby.

તમારા જવાબોનું રક્ષણ કરવા અને તેને સંપૂર્ણ ગુપ્ત રાખવા માટે વસ્તી ગણતરી બ્યુરો કાયદા દ્વારા બંધાયેલ છે. હકીકતમાં, દરેક કર્મચારી જીવનભર તમારી વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવા માટે શપથ લે છે.

યુ.એસ. કોડના ટાઈટલ 13 હેઠળ, સેન્સસ બ્યુરો તમને, તમારા ઘરને, અથવા તમારા વ્યવસાયને ઓળખી શકાય એવી માહિતી બહાર પાડી શકે નહીં, કાયદાનું અમલીકરણ કરાવતી એજન્સીઓને પણ નહીં. કાયદો સુનિશ્ચિત કરે છે કે તમારો ખાનગી ડેટા સુરક્ષિત રહે અને તમારા જવાબોનો ઉપયોગ તમારી સામે કોઈ સરકારી એજન્સી અથવા કોર્ટ દ્વારા થઈ શકશે નહીં.

#008556

તમારા આસ-પાડોશમાં વસ્તી ગણતરી પ્રાપ્તકર્તા

આગામી વર્ષે, તમને તમારા આસ-પડોશમાં વસ્તી ગણતરી કરનારાઓ દેખાઈ શકે છે.

Close-up of a census taker's hand holding a mobile phone.
Component ID: #ti322245124

વસ્તી ગણતરી 2020 નો આ સામાન્ય ભાગ છે. તમને કદાચ અમુક જુદા જુદા કારણોસર તમારા વિસ્તારમાં વસ્તી ગણતરી કાર્યકર્તા દેખાઇ શકે છે:

  • તેઓ વસ્તી ગણતરીની તૈયારી માટે સરનામાં ચકાસી રહ્યા છે.
  • તેઓ વસ્તી ગણતરી અથવા અન્ય સેન્સસ બ્યુરો સર્વે માટે ઘરોની મુલાકાત લઈ રહ્યા છે.
  • તેઓ વસ્તી ગણતરીની માહિતી આપી રહ્યા છે.
  • તેઓ વસ્તી ગણતરી સંબંધિત કામગીરીની તપાસ કરી રહ્યા છે.

મે 2020 માં, વસ્તી ગણતરી પ્રાપ્તકર્તાઓ વસ્તી ગણતરી 2020 નો જવાબ નહીં આપનારા ઘરોની મુલાકાત લેવાનું શરૂ કરશે અને સુનિશ્ચિત કરશે કે દરેકની ગણતરી કરવામાં આવે.

#9B2743

તમે કેવી રીતે મદદ કરી શકો

2020 માં સંપૂર્ણ અને સચોટ ગણતરી મેળવવા માટે દરેકના સમર્થનની જરૂર પડશે, અને લોકો, વ્યવસાયો તેમજ સમુદાય સંગઠનો ઘણી રીતે મદદ કરી શકે છે.